અમદાવાદ શહેર: નરોડામાં પરિણીતાને પાડોશી યુવકે મોઢું દબાવીને બળજબરીથી ઘરમાં લઈ જવાનો પ્રયાસ કર્યો
નરોડા વિસ્તારમાં રહેતી પરિણીતાને પાડોશી યુવકે મોઢું દબાવીને બળજબરીથી ઘરમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ બુમાબુમ કરતા તેના ભાઈ અને ફ્લેટના લોકો દોડી આવ્યા હતા..પરિણીતાના ભાઈએ યુવકને ઠપકો આપતાં બોલાચાલી કરી . પરિણીતાએ યુવક વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે