લોન્ડ્રીમાં કપડાં ઇસ્ત્રી કરવાના ચાર્જમાં માત્ર એક રૂપિયાનો વધારો માંગવો એક શ્રમિકને મોંઘો પડી ગયો. પાડોશમાં રહેતા દીક્ષિત બંધુઓએ રાક્ષસી મનોવૃત્તિ દાખવી લોન્ડ્રી સંચાલકને રસ્તા પર ઢોર માર માર્યો હતો. આ રુંવાડા ઉભા કરી દેતી ઘટનાના CCTV ફૂટેજ હવે પોલીસ માટે મુખ્ય પુરાવો બન્યા છે. સચિન પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.