મુંબઈના કાંદિવલી વેસ્ટમાં આવેલા ઉમંગ એપાર્ટમેન્ટમાં ધોળા દિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. એક વૃદ્ધ મહિલા પોતાના ફ્લેટનો દરવાજો ખોલીને અંદર જઈ રહી હતી ત્યારે અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો. તેણે ખિસ્સામાંથી કાગળ કાઢીને સરનામું પૂછવાનો ઢોંગ કર્યો અને તક મળતા મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
#mumbainews #kandivaliwest #chainsnatching #cctvviralvideo #humdekhengenews