રાજ્યના DGP ના આદેશ બાદ SMC નો સપાટો
રાજ્યના પોલીસ મહાનિદેશકના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરીંગ સેલના પી.આઈ. વાય.જે. રાઠોડે વડોદરાના કપુરાઈ વિસ્તારમાં આવેલી રિધ્ધી સિધ્ધી સોસાયટીના કોમન પ્લોટ પાસે બાતમીના આધારે રેડ કરી રૂ. ૮,૪૭,૯૨૦ ની કિંમતનો ૫૫ પેટી (૨૨૦૮ બોટલ) વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે દારૂ, બે વાહન અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૭,૦૭,૬૨૦ નો મુદ્દામાલ જપ્ત કરી નર્મદા જિલ્લાના તિલકવાડાના નિખીલ ભરતભાઈ તડવીની ધરપકડ કરી હતી. આ કેસમાં વિપુલ પંચાલ, સંદિપ રાજપુત, ભાવેશ રાજપુત, આશીષ બારિયા, આતિષ ઠાકોર સહિત ૮ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
#factfindernews #SMC #kapuraipolice #prohibition #arrestedVadodara