લુણાવાડા: લુણાવાડા ખાતે નવી વાંસીય ચોકી અને મહિલા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ
લુણાવાડા ખાતે ડી.આઈ.જી. વિધિ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન દ્વારા નવી 'વાંસીયા ચોકી', રિનોવેટ કરેલો મહિલા પોલીસ સ્ટેશન અને ટ્રાફિક શાખાની નવી કચેરીનું ઉદ્ઘાટન થયું. મહિલા-બાળકો માટે ખાસ સુવિધાઓ પણ સમાવી લેવામાં આવી.