બુલંદશહેરના ખુર્જામાં કરંટ લાગતા દાદાનું મોત, 12 વર્ષનો પૌત્ર દાઝ્યો
ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના ખુર્જા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 12 વર્ષનો અસદ હાઇ ટેન્શન (HT) વીજ લાઇનના સંપર્કમાં આવી ગયો હતો. આ જોઈ તેના 65 વર્ષીય દાદા પોતાની જાનની પરવા કર્યા વિના તેને બચાવવા દોડી ગયા.
પૌત્રને બચાવવાના પ્રયાસ દરમિયાન દાદા પણ કરંટની ઝપેટમાં આવી ગયા. આ દુર્ઘટનામાં દાદાનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે ગંભીર રીતે દાઝેલા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે....
ઘટના બાદ પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ તેમજ સંબંધિત વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોએ પણ આ દુર્ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.....
Udhna, Surat | Jul 11, 2026