ગારિયાધાર: ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કબ્રસ્તાનનો રોડ મંજૂર, મુસ્લિમ સમાજમાં હર્ષની લાગણી
ગારિયાધાર: ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કબ્રસ્તાનનો રોડ મંજૂર, મુસ્લિમ સમાજમાં હર્ષની લાગણી ગારિયાધાર શહેરમાં મુસ્લિમ સમાજ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી કબ્રસ્તાનમાં જતાં માર્ગની ખરાબ હાલતને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે હવે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કબ્રસ્તાનમાં રોડ મંજૂર કરવામાં આવતા સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.