બોટાદ: સેથળી: સરકારી જમીન અને ગૌચર પરના દબાણો દૂર કરવા માંગ
Botad, Botad | Sep 11, 2026 સેથળી ગ્રામ પંચાયત વિસ્તારમાં સેથળીથી સમઢીયાળા રોડ પર સરકારી પડતર અને ગૌચર જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા તેમજ દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરવા મહેશભાઈ ચાંચિયા દ્વારા માંગ કરવામાં આવી છે. આગામી ગ્રામસભામાં આ મુદ્દે નિર્ણય લેવા રજૂઆત કરાઈ છે.