ડેડીયાપાડા: ભાઈ બીજ પર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ઘરે આમ આદમી પાર્ટીના નેતાઓની મુલાકાત
ભાઈ બીજના પવિત્ર તહેવાર નિમિત્તે તિલકવાડા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિલીપભાઈ બારીયા અને કાર્યકર્તાઓએ ડેડીયાપાડા ખાતે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના નિવાસસ્થાને જઈ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સંઘર્ષમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.