બરવાળા: સારંગપુરમાં ૨,૦૦૦ બાળકોની ઉપસ્થિતિમાં બાળ પારાયણ સંપન્ન
Barwala, Botad | Sep 29, 2026 સારંગપુરમાં BAPS દ્વારા ત્રણ દિવસીય 'બાળ પારાયણ'નું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨,૦૦૦થી વધુ બાળકોની હાજરીમાં બાળ વક્તાઓએ વ્યાસપીઠ પરથી ગીતાજીના જ્ઞાન, સંયમ અને શરણાગતિના પાઠ સમજાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.