આણંદ શહેર: ભારતીય જનતા પાર્ટી કરમસદ આણંદ મહાનગરપાલિકાના ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયનો ગામડી વડ પાસે શુભારંભ
કરમસદ આણંદ મહાનગરપાલિકાના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ ગામડી વડ પાસે પટેલ સાડી હાઉસ સામે જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશીના હસ્તે રીબીન કાપ્યા બાદ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો આ પ્રસંગે પૂર્વ સાંસદ અને ચૂંટણી ઇન્ચાર્જ લાલસિંહ વડોદિયા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ મહામંત્રીઓ જગતભાઈ પટેલ વિપુલભાઈ શાહ પૂર્વપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા સહિત જિલ્લા મંત્રી શ્વેતલ પટેલ અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા