ભુજ: ભુજમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
Bhuj, Kutch | Aug 16, 2026 ભુજમાં નાગ પંચમી ના મેળાને લઈ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી ભુજ શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર ભારે વાહનોની અવરજવર નિયંત્રિત કરી છે.આ દરમિયાન આરટીઓના સરકારી વાહનો, પોલીસ અધિકૃત વાહનો સહિત જરૂરી સેવાના વાહનોને મુક્તિ આપવામાં આવી છે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.