મહુવા: વાઘવદરડામાં તીન પત્તીના જુગાર પર બગદાણા પોલીસની રેડઃ 14 આરોપી ઝડપાયા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘવદરડા ગામે મેલડી માતાના મંદિરના ઓટલા ઉપર જાહેરમાં તીન પત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે બગદાણા પોલીસે રેડ કરી હતી. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પંચોને સાથે રાખીને વાઘવદરડા ગામે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન મેલડી માતાના મંદિરના ઓટલા ઉપર ટ્યુબલાઈટના અજવાળે ગોળ કુંડાળું વળી કુલ 14 ઈસમો ગંજીપત્તાના પાનાં અને રોકડ રકમ વડે તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તમામ 14 ઈસ