દમણના દરિયા કિનારે ગંદકી ફેલાવનારાઓ સામે તંત્રની લાલ આંખ: કચરો ફેંકવા પર ₹500 ના દંડની જાહેરાત
પ્રવાસન સ્થળ દમણના દરિયા કિનારાને સ્વચ્છ અને સુંદર રાખવા માટે દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ (DMC) દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. સહેલાણીઓ દ્વારા બીચ પર ખાણી-પીણી બાદ ગમે ત્યાં કચરો ફેંકી દેવાને કારણે થતી ગંદકી રોકવા માટે તંત્રએ હવે સીધો દંડનો કોરડો ઉગામ્યો છે.
DMC ના નવા આદેશ મુજબ, શુક્રવાર, શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાઓના દિવસોમાં નાની દમણ અને મોટી દમણ બીચ ફ્રન્ટ વિસ્તારોમાં કચરા નિયંત્રણ માટે ખાસ ટીમો તૈનાત રહેશે. નિયુક્ત સુપરવાઈઝરો દ્વારા બીચ પર સતત નજર રાખવામાં આવશે અને જાહેર સ્થળો કે દરિયા કિનારે કચરો ફેંકતા પકડાયેલા વ્યક્તિ પાસેથી સ્થળ પર જ ₹500 નો દંડ વસૂલ કરવામાં આવશે. આ માટે નિયમભંગ અને વસૂલાતનો સત્તાવાર રેકોર્ડ પણ જાળવવામાં આવશે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Oct 9, 2026