આણંદ શહેર: કરમસદ સંદેશર માર્ગ ઉપર શાશ્વત બ્લીઝ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો
આણંદ તાલુકાના કરમસદ ગામે સંદેશર રોડ ઉપર આવેલ શાશ્વત બ્લિઝ નજીક પાનના ગલ્લા ખાતે વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે વિદ્યાનગર પોલીસે છાપો મારી રૂપિયા ૪૬૬૦ની કિંમતના વિદેશી દારૂ બીયર સાથે એક ઈસમને ઝડપી પાડી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.