Public App Logo
મોરબી: મોરબી તાલુકાના વીરપરડા ગામમાં એક અકલ્પનીય અને રહસ્યમય ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકમાં ભારે કૌતુક સર્જ્યું છે. ગામના એક ખેતરમાં આવેલા કૂવામાં કઈક એવું બની રહ્યું છે જે જોઈને સ્થાનિકો અને વિજ્ઞાન જગત બંને અચરજમાં મુકાયા છે. ➡️ દરિયા જેવા મોજાં: આસપાસના તમામ કૂવાઓમાં પાણી એકદમ શાંત છે, પરંતુ આ ચોક્કસ કૂવામાં પાણી સતત દરિયાની છોળોની જેમ ઉછળી રહ્યું છે. ➡️ સોશિયલ મીડિયા પર વાયરલ: કૂવામાં પાણીની આ અસાધારણ હલચલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. ➡️ તંત્ર હરકતમાં: ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તંત્ર દ્વારા આ રહસ્યમય ઘટના પાછળના ભૂગર્ભીય કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. થાનિકો માટે આ ચમત્કાર સમાન છે, જ્યારે ભૂસ્તરશાસ્ત્રીઓ કૂવાના તળિયે થતી કોઈ ગેસ કે ભૂગર્ભીય હલચલ હોવાની શક્યતા ચકાસી રહ્યા છે. - Vadodara News