મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના આગેવાનોએ જશોનાથ સર્કલ સહિતના વિસ્તારોમાં ધુળેટી પર્વની ઉજવણી કરી
Bhavnagar City, Bhavnagar | Mar 4, 2026
ભાવનગર શહેરમાં ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો જશોનાથ સર્કલ ખાતે એકત્ર થયા હતા. અને ધુળેટી પર્વ નિમિત્તે અબીલ ગલાલ અને કંકુ જેવા કુદરતી રંગો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.