પેટલાદ: ધર્મજ ઞરનાળા નજીક વલાસણના વૃદ્ધાની લાશ મળી, ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી
Petlad, Anand | Apr 8, 2026 પેટલાદ તાલુકાના ધર્મજ ગામના ઞરનાળા નજીકથી મંગળવાર બપોરના સમયે વલાસણ ગામમાં રહેતા એક વૃદ્ધાનો મૃતદેહ મળી આવતાં આ અંગે પેટલાદ રૂરલ પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેટલાદ તાલુકાના ધર્મજ ગામના ઞરનાળા નજીકથી મંગળવાર બપોરના સમયે એક વૃદ્ધા ઉંમર વર્ષ આશરે ૬૦ થી ૬૫ વર્ષના આશરાનો મૃતદેહ મળી આવ્યો હતો.