રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ સચિન પાયલોટનુ ઝાલોદ ખાતે ભવ્ય સ્વાગત કરાયું
રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ સચિન પાયલોટ આજે ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે.
અમદાવાદથી રાજસ્થાનના કુશળગઢ તરફ જવાના માર્ગ દરમિયાન સચિન પાયલોટ પ્રથમ વખત દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે પહોંચતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
સચિન પાયલોટના સ્વાગત માટે ઝાલોદના મુવાડા નાકા અને ઝાલા વસૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો વહેલી સવારથી જ એકત્રિત થયા હતા.
પ્રથમ વખત દાહોદ જિલ્લાના પ્રવાસે આવેલા સચિન પાયલોટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ફૂલહાર પહેરાવી અને કોંગ્રેસ પક્ષના સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું.
કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર સચિન પાયલોટનો આ પ્રવાસ માત્ર શુભેચ્�
Dohad, Dahod | Jul 13, 2026