કરજણ: કંડારી ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા એક યુવકનું મોત થયું
નેશનલ હાઇવે નંબર 48 પર શનિવાર ના રોજ રાત્રીના 3 વાગ્યાનાં અરસામાં એક અજાણ્યા વાહન ના ચાલકે કરજણ - વડોદરા ટ્રેક પર આશરે 30 વર્ષ ના એક અજાણ્યા યુવકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં યુવકને માંથા તેમજ કમર ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાઇવે ની એમ્બ્યુલન્સમાં કરજણ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં યુવકનું મોત નીપજયું હતું.જે બાદ કરજણ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.