કરજણ: શ્રીમતી માલિની કિશોર સંઘવી મેડિકલ કોલેજ મિંયાગામ ખાતે વ્લડ ઓર્ગન ડે ની ઉજવણીના ભાગરૂપે મીટીંગ યોજાઈ
લોકોમાં અંગદાનને લઈને જાગૃતા આવે તે માટે દર વર્ષે 13 ઓગસ્ટના રોજ વર્લ્ડ ઓર્ગન ડે ની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે વર્લ્ડ ઓર્ગન ડે ની ઉજવણીના ભાગરૂપે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને રાષ્ટ્રોદય સંસ્થાન દ્વારા આજે બપોરે શ્રીમતી માલિની કિશોર સંઘવી મેડિકલ કોલેજ,મિંયાગામ ખાતે જનજાગૃતિને લઈને એક મીટીંગ આયોજિત કરાઇ હતી.જેમાં અંગદાનની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.હાજર લોકોએ અંગદાન ના શપથ લીધા હતા.જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા