કરજણ: કરજણ APMC ખાતે જિલ્લા ભાજપ પ્રમખની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓમાં ડિસીપ્લીન - લીડરશીપ આવે તે હેતુથી સેરેમની કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓમાં ડિસીપ્લીન અને લીડરશીપ આવે તે હેતુથી વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ પટેલની ઉપસ્થિતિમાં સવારે સેરેમની કાર્યક્રમ આયોજિત કરાયો હતો.જેમાં પબ્લિક સ્કુલના નાના વિદ્યાર્થીઓને મોનીટર બનાવી બેચ અર્પણ કરી,લીડરશીપ જ્યારે મોટા વિદ્યાર્થીઓને સપોર્ટ કેપ્ટન,વાઇસ કેપ્ટન,ડીસીપ્લીન લીડર સહિતના હોદ્દા પર નિમણુક કરી બેચ પહેરાવી પ્રતિજ્ઞા લેવડાવી કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.કરજણ APMC ના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.