ગારિયાધાર: ગારિયાધાર તાલુકાના પરવડી ગામે મતદાર જાગૃતિ માટે ભવ્ય કાર્યક્રમ અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું
ગારિયાધાર તાલુકાના પરવડી ગામે મતદાર જાગૃતિ માટે ભવ્ય કાર્યક્રમ અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રામજનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા આ અનોખી પહેલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન યુવાનો અને ગામલોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો બાઈક રેલીમાં જોડાયા હતા અને ગામના મુખ્ય માર્ગો પર રેલી ફેરવી મતદાનનો સંદેશ પ્રસરાવ્યો હતો. “મતદાન આપનો અધિકાર છે” અને “જાગૃત મતદાર, મજ