તળાજા: તળાજામાં રત્ન કલાકારોની ભાવ વધારાની માંગ ઉઠી, ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ
તળાજામાં રત્ન કલાકારોના ભાવ વધારાના મુદ્દે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ તા. 20 ઓગસ્ટ 2026, ગુરુવારના રોજ સવારે 11 કલાકે, તળાજા શહેરના વ્યાયામ શાળાના મેદાન ખાતે રત્ન કલાકારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તળાજા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રત્ન કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રત્ન કલાકારોને મળતા ભાવમાં વધારો કરવામાં આવે તેમજ તેમના પ્રશ્નો અને માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત ડાયમંડ