સાઠંબા: બાયડના ગાબટમાં JCB પાર્કિંગ મામલે બે જૂથો વચ્ચે મારામારી, પોલીસ ફરિયાદ નોંધાઈ
Sathamba, Aravallis | Nov 12, 2026
બાયડના ગાબટ ગામે JCB પાર્ક કરવા જેવી નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ બીજા દિવસે મારામારીમાં પરિણમ્યો છે. બંને જૂથો વચ્ચે થયેલી મારામારીમાં કેટલાક લોકોને ઈજાઓ થઈ છે. આ અંગે સાઠંબા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.