માળીયા: માળીયા મીયાણાના ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષ કેદની સજા...
Maliya, Morbi | Jun 13, 2025 માળીયાના ગ્રામ્ય વિસ્તારમાં બે વર્ષ પૂર્વે નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યુ હોય, જેમાં આરોપીએ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવતા સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યાનો ખુલાસો થયો હતો. જે બાદ સગીરાના પિતાની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ ગુન્હો નોંધાયો હતો. આ અંગેનો કેસ ચાલી જતા મોરબીની પોક્સો અદાલતે આરોપીને કસુરવાર ઠેરવી 20 વર્ષ કેદ અને 4.10 લાખનો દંડ ફટકારાયો છે.