મહુવા: ગરનાળા-ઝીબ્રા ક્રોસિંગ મુદ્દે મહુવામાં ચક્કાજામઃ રાજુ સોલંકીના સમર્થન સાથે વિરોધ
મહુવા નેશનલ હાઈવે-51 પર ઉમણીયાવદર ગામ નજીક આજે ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઉમણીયાવદર ગામથી નેશનલ હાઈવેને જોડતા આસપાસના અનેક ગામોના લોકોને નેશનલ હાઈવે પર અવરજવર દરમિયાન મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા લાંબા સમયથી ગરનાળા અને ઝીબ્રા ક્રોસિંગની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ માંગણી સંતોષવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે રાજુ સોલંકીના સમર્થન સાથે ગ્રામજનો ઉમણીયાવદર નજીક નેશનલ હાઈ