છોટાઉદેપુર: કાનાવાંટ કાછેલ ગામ વચ્ચે આની નદી ઉપર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો,આપી પ્રતિક્રિયા. #JANSAMASYA
છોટાઉદેપુરના કાનાવાંટ કાછેલ ગામ વચ્ચે આની નદી ઉપર આવેલ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ઉપરવાસ અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. કાનાવાટ કાછેલ ગામે 10 હજારથી વધુની વસ્તી છે. લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી પડી રહી છે. દર ચોમાસામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યા છે. વઘારે પાણી આવી જાય રસ્તો બંધ થાય છે.