મુન્દ્રા: મુંદરાના સુખપર વિસ્તારમાં સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા રાશન કિટનું વિતરણ કરાયું
Mundra, Kutch | Sep 29, 2026 કચ્છના મુંદરા તાલુકાના સુખપર વિસ્તારમાં સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા માનવતાભર્યું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઈદે ગૌસિયાના પવિત્ર અવસર નિમિત્તે જરૂરિયાતમંદ, ગરીબ, વિધવા અને આર્થિક રીતે નબળા પરિવારોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ધરાવતી રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.