કાલોલ: રાબોડ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉજવણી, ધારાસભ્યના હસ્તે નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ
કાલોલ તાલુકાની રાબોડ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે શાળામાં નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓને વધુ સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ બનશે.