છોટાઉદેપુર: છોટાઉદેપુરના પીપલેજ પાટિયા પાસે અકસ્માતમાં 3ના મોત
છોટાઉદેપુરના પીપલેજ પાટિયા પાસે ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નિપજ્યા છે. મૃતકો વજેપુર, ભૂમસવાડા અને રાયછા ગામના હોવાનું સામે આવ્યું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે.