મહુવા: મહુવાની એમ. એન. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજાઈ
મહુવા શહેરની શ્રી એમ. એન. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર સેફ્ટી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ આકસ્મિક આગની ઘટના બને ત્યારે ઈમરજન્સીના સમયે તાત્કાલિક શું કરવું જોઈએ, કેવી રીતે સાવચેતી રાખવી અને સુરક્ષિત રીતે બહાર નીકળવું તે અંગે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહુવા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા આગ જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં બચાવ