તળાજા: તળાજાના ગુલુભાઈ ભૂરાણીની વાડી વિસ્તારમાં ₹70 લાખથી વધુના રોડનું ખાતમુહૂર્ત
તળાજા નગરપાલિકાના વોર્ડ નંબર-7માં વર્ષોથી પડતર રોડની માંગણીને આખરે મંજૂરી મળી છે. ગુલુભાઈ ભૂરાણીની વાડી વિસ્તારમાં આશરે 8 વર્ષ બાદ ₹70 લાખથી વધુના ખર્ચે રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રોડના કામના ખાતમુહૂર્ત પ્રસંગે તળાજા નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન અયાન નિયાલભાઈ ભૂરાણી, તળાજા નગરપાલિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિક હેતલબેન રાઠોડ સહિત કેસીભાઈ, વાય.જીભાઈ, અક્રમભાઈ તેમજ વોર્ડ નંબર-7ના મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ