અમદાવાદ શહેર: અમદાવાદમાં ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં પગ લપસ્યો,આધેડ ટ્રેનની સાથે ઢસડાયા
અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાં ચઢતી વખતે એક આધેડનો પગ લપસી જતાં મોટી દુર્ઘટના સર્જાતા અટકી. સંતુલન ગુમાવતાં મુસાફર ટ્રેનની સીડી પાસે લટકી ગયા... આ દરમિયાન ફરજ પર હાજર રેલવે ટેકનિશિયન ત્વરિત દોડીને મુસાફરને પ્લેટફોર્મ તરફ સુરક્ષિત ખેંચી લઈને તેનો જીવ બચાવી લીધો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા...