એક આરોપી ઝડપાયો, સપ્લાયર વોન્ટેડ
બાતમીના આધારે છાણી બ્રીજ પાસે માધવ પાર્ક સોસાયટી નજીક અલગ-અલગ મકાનોમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે છાણી બ્રીજ પાસે માધવ પાર્ક સોસાયટીમાં રહેતા સુરજીતસીંગ ઉર્ફે સુખી જરનેલસીંગ દુધાણીને પકડી પાડી વિદેશી દારૂની વ્હીસ્કી તથા બીયરની કુલ ૧૭૮ બોટલ/ટીન (કિંમત ₹૪૦,૦૦૦/-) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹૫,૦૦૦/-) મળી કુલ ₹૪૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે; આ મામલે છાણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂનો જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ આરોપી પિયુષ વાધેલા (રહે. નિઝામપુરા, વડોદરા) ને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.
#factfindernews #PCB #prohibition #vadodara #arrested
Vadodara, Vadodara | Nov 23, 2026