વલસાડ: નાના તહેવાર સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી તાજીયા નીકળી ઔરંગા નદીએ પહોંચ્યા|
Valsad, Valsad | Jul 6, 2025 રવિવારના છ કલાકે નીકળેલા તાજીયા ની વિગત મુજબ વલસાડના અલગ અલગ વિસ્તારોમાં મુસિ્લમ બિરાદરો દ્વારા તાજીયાની સ્થાપના કરવામાં આવી હતી. આજરોજ તાજીયા મોહરમ પર્વને લઈ અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા તાજિયા સાથે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું અને આ તાજીયા અલગ અલગ વિસ્તારોમાંથી ફરીને વલસાડના ઔરંગા નદી કિનારે ઠંડા કરવામાં આવ્યા હતા. કોઈ અણ બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો