વલસાડ SOGની મોટી કાર્યવાહી દરમિયાન વાપીના હરિયા પાર્ક, ડુંગરા વિસ્તારમાં ચાલતા હાઈટેક નકલી કોલ સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો. પોલીસે મહિલાઓ સહિત 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
📞 આરોપીઓ કેનેડિયન તપાસ અધિકારી બની વિદેશી નાગરિકોને ફોન કરતા અને "તમારા પાર્સલમાંથી ગેરકાયદેસર વસ્તુઓ મળી છે" કહી ડરાવી ઓનલાઈન લાખો રૂપિયા પડાવતા હતા.
💻 દરોડા દરમિયાન લેપટોપ, મોબાઈલ ફોન, કેનેડિયન નાગરિકોનો ડેટા સહિતનો મહત્વનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
🔍 આ આંતરરાષ્ટ્રીય ઠગાઈ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને કેટલા લોકો તેનો ભોગ બન્યા છે, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#Vapi #ValsadSOG #FakeCallCenter #CyberCrime #InternationalFraud BreakingNews GujaratNews ViralVapi
Vapi, Valsad | Jun 11, 2026