નાંદોદ: નર્મદા જિલ્લાની સરકારી કચેરીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું.
જાહેરનામા મુજબ, સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ની પૂર્વ મંજૂરી વગર કોઈપણ પ્રકારના પ્રદર્શન, ધરણાં, ઉપવાસ, રેલી વગેરે પ્રવૃત્તિ કરવા પર, કોઈ પણ પ્રકારના માઈક સિસ્ટમ, ડી.જે.નો ઉપયોગ ઉક્ત કચેરીઓ ખાતે કરવા, રોજીંદી કામગીરીમાં અધિકારીઓ-કર્મચારીઓ-અરજદારો-કચેરીના મુલાકાતીઓ વગેરેને અસુવિધા ઉત્પન્ન કરવા, તેમજ કચેરીઓ ખાતે શાંતિ સલામતી અને સંવાદિતા જોખમાય તેવા સુત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.