આણંદ શહેર: આણંદના ગામડી હાઇવે બ્રિજ પાસે આવેલ તબેલામાં ગંથા અને ગવારૂ ભરેલ ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી
કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂમ માં ફાયર કોલ મળેલ ગામડી હાઇવે બ્રીજ પાસે આવેલ તબેલા માં ગંથા અને ગવારૂ ભરેલ ગોડાઉન માં આકસ્મિક આગ લાગેલ. જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સૂચના મુજબ આણંદ ફાયર બ્રિગેડ ની મીની ફાઈટર સાથે ફાયર ડ્રાઇવર - અવિનાશ પરમાર, ફાયરમેન - ક્રિશ્નારાજસિંહ રાઉલજી, યુવરાજસિંહ રાઠોડ , પ્રવીણ પરમાર સહિત ની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પાણી નો મારો ચલાવી આગ બુઝાબેલ