રાજકોટ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદના વિરામ બાદ હવે માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક ફરીથી મોટા પ્રમાણમાં શરૂ થઈ છે. જોકે, તાજેતરના કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મોટાભાગની મગફળી પલળી ગઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે, ગઈકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી.માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ આ અંગે ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, "ખેડૂતોએ જરાય મુંજાવાની જરૂર નથી. જે ખેડૂતોની મગફળી પલળી ગઈ છે, તેઓ તેને સુકવીને લાવશે