સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જાહેર માહિતી આયોગમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માહિતી અધિકારી દ્વારા આર.ટી.આઈ ના કાયદાનું યોગ્ય રીતે પાલન ન કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારને શિક્ષણ સહાયથી મેળવવા 26,000 જેટલા ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. કયા કારણોસર કરાયા છે તેનો જવાબ મેળવવા 11,000 થી વધુ આરટીઆઇ કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓએ એક સરખો જવાબ આપી આરટીઆઇના કાયદાનું યોગ્ય રીતે પાલન કર્યું નથી.