🍘 જામનગરમાં અષાઢી બીજના પાવન અવસરે વરુણદેવને રીઝવવા ધી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા અનોખી સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. છેલ્લા 40થી 50 વર્ષથી ચાલતી આ પરંપરા અંતર્ગત આશરે 700 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ, 150 કિલો તેલ અને અન્ય સામગ્રીમાંથી અંદાજે 1500 બુંદીના લાડુ તૈયાર કરવામાં આવ્યા.
આ લાડુ ગૌશાળા અને પાંજરાપોળમાં ગાયો માટે મોકલવામાં આવ્યા, જ્યારે શ્રમિકો અને સામાન્ય નાગરિકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમોમાં વિશેષ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી. સંસ્થાના સભ્યોએ વર્ષોથી ચાલી રહેલી આ સેવાયજ્ઞની પરંપરાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
[ jamnagar, varundev, monsoon, ashadhi bij, seva, social service, charity, bundi laddu, prasad, gaushala, panjrapole, cow seva, kindness, humanity, helping hands, food donation, orphanage, old age home, community service, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #ashadhibij #varundev #seva.#jukeganahijamnagar
Rajkot, Rajkot | Jul 11, 2026