છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં ૯મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ અંતર્ગત ખાસ બેઠકનું આયોજન
છોટાઉદેપુરમાં કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ૯મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ની બેઠક યોજાઈ. 'આપણી આંગણવાડી, આપણી જવાબદારી'ના સૂત્ર સાથે દરેક બાળક સુધી સુપોષણ પહોંચાડવા અને આંગણવાડીઓને સશક્ત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.