મુન્દ્રા: મુન્દ્રાના જાણીતા કલાકાર અને પૂર્વ એસ.ટી. કર્મચારી હાજી જુસબ લંઘાનું ૮૦ વર્ષની વયે અવસાન
Mundra, Kutch | Sep 24, 2026 મુન્દ્રાના આદરણીય નાગરિક, પૂર્વ એસ.ટી. ટીસી અને કંઠી લંઘા સમાજના માજી પ્રમુખ હાજી જુસબ સુમાર જુમાણી લંઘાનું ૮૦ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેમણે મુન્દ્રા એસ.ટી. ડેપોમાં સતત ૩૫ વર્ષ સુધી કંડક્ટર અને ટીસી તરીકે ફરજ બજાવી હતી. તેમના અવસાનથી સમગ્ર મુન્દ્રા નગર અને કળા જગતમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે.