પાટણ વેરાવળ: સોમનાથ: રોગચાળા સામે લડવા નગરસેવકે પોતાના ખર્ચે શરૂ કર્યો જંતુનાશક દવાનો છંટકાવ
સોમનાથ પ્રભાસ પાટણમાં મેલેરિયા અને ડેન્ગ્યુનો ઉપદ્રવ વધતા વોર્ડ નં. ૩ ના કોંગ્રેસી નગરસેવક લખમણભાઈ સોલંકીએ પોતાના ખર્ચે ફોગિંગ મશીન અને દવાઓ વસાવી શહેરને રોગમુક્ત કરવા સેવા યજ્ઞ શરૂ કર્યો છે. જે કામ નગરપાલિકાનું હતું, તે નગરસેવકે જાતે હાથમાં લીધું છે.