ગોધરા: પંચમહાલમાં GBSના 3 શંકાસ્પદ કેસ નોંધાયા:ગોધરા, મોરવા હડફમાં સર્વેલન્સ, 400થી વધુ બાળકોની તપાસ
મહીસાગર બાદ હવે પાડોશી જિલ્લા પંચમહાલમાં પણ શંકાસ્પદ GBS એટલે કે ગિલન-બારી સિન્ડ્રોમ રોગના લક્ષ્ણો ધરાવતા કેસ મળી આવ્યા છે, જેના કારણે આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ GBSના કુલ ૩ કેસ નોંધાયા છે. જેમાં ગોધરા તાલુકાના ગદુકપુર અને મેરપ ગામેથી એક-એક કેસ સામે આવ્યો છે, જ્યારે મોરવા હડપ તાલુકાના ચોપડા એક કેસ નોંધાયો છે જિલ્લામાં એકસાથે ૩ શંકાસ્પદ કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયું છે. સ્થિતિને ક