ભુજના કોડકી રોડ પર આવેલા ભીમરાવ નગરમાં ૩૬ વર્ષીય અરવિંદ શિવજી મેરીયાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.