વડોદરા LCBનો એક્સપ્રેસ વે પરથી દારૂની મોટી ખેપ ઝડપાઈ, કનેક્ટિવિટીના નામે ચાલતું નેટવર્ક થયું બેનકાબ!
વડોદરામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી ડામવા માટે ઝોન-૩ એલ.સી.બી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મોટી સફળતા મળી છે. બાતમીના આધારે કપુરાઈ રેલવે બ્રીજ પાસે ગોઠવેલી વોચ દરમિયાન એક કન્ટેનર ટ્રક (HR-47-G-9565) ને અટકાવી તપાસ કરતા તેમાંથી સામાનની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રાજસ્થાનના ભરતપુરના રહેવાસી સાદ બસીર મેવ નામના ઇસમને ઝડપી લીધો હતો. દારૂ, મોબાઈલ, ટ્રકમાં દારૂની 4,344 બોટલ, ટ્રક, મોબાઈલ અને અન્ય સામાન (કુલ કિંમત રૂ. 48,29,043)નો મુદ્દામાલ કબજે કરી હરિયાણા અને ઉદયપુરના અન્ય બે વોન્ટેડ આરોપીઓ રાજેન્દ્ર (ઉદયપુર) અને નફીસ ખાન (હરિયાણા) ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે
#Factfindernews #lcbzone3 #liquorsmuggling #Prohibition #Vadodaragujarat