ગુજરાત સરકારે વિધાનસભામાં પસાર કરેલા UCC વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ રાજ્ય સરકારે આ અંગેનું ગેજેટ પ્રસિદ્ધ કર્યું છે. ગુજરાત વિધાનસભામાં 24 માર્ચ, 2026ના રોજ આ મહત્વકાંક્ષી UCC વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ નવા કાયદા હેઠળ રાજ્યમાં લગ્ન અને છૂટાછેડા માટે સમાન કાયદાકીય જોગવાઈઓ અમલી બનશે. આ કાયદાથી સંપત્તિ અને ઉત્તરાધિકારના અધિકારોમાં મહિલાઓને પુરુષો સમાન હક મળશે. મિલકતમાં પુત્ર-પુત્રી બંનેને સમાન વારસાગત અધિકાર આપવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્યમાં લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ગુજરાત UCC, UCC વિધેયક, ગુજરાત સરકાર, સમાન નાગરિક સંહિતા, લિવ-ઇન રિલેશનશિપ
#GujaratUCC #UCCBill #GujaratNews #UniformCivilCode #GujaratGovernment
Dohad, Dahod | Oct 2, 2026