ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ મોરબીમાં કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન હવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ચૂંટણી નહીં લડે, પરંતુ ખેડૂતો, ગરીબો અને કોંગ્રેસ માટે સંઘર્ષ ચાલુ રાખશે. પક્ષ જે ઉમેદવારને ટિકિટ આપશે, તેના સમર્થનમાં સામાન્ય કાર્યકરની જેમ મત માંગવા જશે. કોંગ્રેસે ઘણું આપ્યું હોવાનું જણાવી તેમણે નવા ચહેરાઓને આગળ લાવવાનો સમય આવ્યો હોવાનું કહ્યું. કગથરાએ આજીવન કોંગ્રેસના વફાદાર સૈનિક રહેવાની અને પક્ષ નહીં બદલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમની જાહેરાતથી આગામી ચૂંટણીમાં ઉમેદવારી અંગેની અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.
#LalitKagathara #GujaratCongress #Tankara #Morbi #GujaratPolitics #HumDekhengeNews